Rajkot: રાજકોટના ખારચિયા ગામે મૂશળધાર વરસાદ બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા- જુઓ Video

Rajkot: રાજકોટના સરધાર પાસે આવેલા ખારચિયા ગામે તોફાની વરસાદ બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ઘરવખરી તણાઈ ગઈ છે. ગામમાં એકપણ ઘર એવુ બચ્યુ નથી કે જેમા એકપણ ચૂલો સળગે.

Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:13 PM

Rajkot:  રાજકોટ જિલ્લામાં આવેલા ખારચિયા ગામે ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના સરધાર ગામ નજીક આવેલા ખારચીયા ગામે મૂશળધાર વરસાદ (Torrential Rain) બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ખારચિયા ગામની વરવી સ્થિતિ દર્શાવી રહ્યા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. રસ્તાથી માંડીને રસોડા સુધી, જ્યાં નજર કરો ત્યાં નુકસાની જ નુકસાની સર્જાઈ છે.

પારાવાર તારાજીના દૃશ્યો

ક્યાંક પશુધન, તો ક્યાંક ઘરવખરી, ક્યાંક ઘરોમાં નુકસાન, તો ક્યાંક સામાન તણાઈ ગયો છે. આવી સ્થિતિમાં ખારચિયા ગામમાં આજે એકપણ ઘરનો ચૂલો નહીં સળગે. ગામના લોકો બસ ફૂડ પેકેટ અને તંત્રની મદદથી જીવન ગુજારો ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો : સમઢિયાળા ગામે ચાર ઈંચ વરસાદ ખાબકી જતા પાનસડા ગામ બન્યુ સંપર્કવિહોણુ

મકાનો થયા જમીનદોસ્ત, અનેક માલઢોર તણાયા

ખારચીયા ગામે જાણે કુદરતનો કોપ ઉતર્યો તેમ હોય વરસાદ બાદ નુકસાની સર્જાઈ છે. ગામના 20 થી 22 જેટલા મકાનો ધરાશાયી થયા છે. આ પ્રકારે કુદરતી કેર ગામલોકોએ ક્યારેય જોયો નથી. ગામલોકો નિરાશામાં સરી પડ્યા છે. લોકોના માલઢોર પણ તણાઈ જતા પારાવાર નુકસાની સર્જાઈ છે. લોકોના ઘરોમાં વરસાદી પાણીની સાથે કાદવ કિચડ આવી જતા વ્યાપક નુકસાની સર્જાઈ છે. એકપણ સામાન એવો બચ્યો નથી કે લોકો તેને ફરી ઉપયોગમાં લઈ શકે. હાલ ગામલોકો એકમાત્ર તંત્ર સામે મદદની આશ લગાવીને બેઠા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">