રાજકોટ માં ઢોરનો આતંક હજુ યથાવત છે. રસ્તા પર નિકળનારા રાહદારીઓ માટે રખડતા ઢોર જોખમી બન્યા છે. રસ્તા પર આખરા રાજને લઈ લોકોમાં પરેશાની વધી છે અને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઈ લોકો સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. રાજકોટના જેતપુરનો CCTV Video સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે. રસ્તા પર આખલાઓના યુદ્ધને લઈ રાહદારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ જીવ બચાવવા રીતસરની દોટ મુકીને જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈ જવા મજબૂર બનવા પડતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જેતપુરના રસ્તા પર આખલા લડવાને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે આખલા લડ્યા હતા અને ત્રીજો આખલો પણ તેમની પાછળ દોડી આવ્યો હતો. ત્રણ આખલાઓના તોફાનને લઈ કાર અને બાઈકને પણ નુક્શાન થયુ હતુ. રસ્તા પર તોફાન કરતા આખલાઓએ બાઈક અને કારને પણ અડફેટે લીધા હતા. આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેતપુર નગર પાલિકા દ્વારા માત્ર કાગળ પર જ આખલા પકડવાની કામગીરી કરાતી હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.
Published On - 10:08 pm, Mon, 17 July 23