Bharuch Rain : અંકલેશ્વરમાં (Ankleshwar) વિનાશ વેરતા દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર શહેરની સોસાયટીઓમાં ગળા ડૂબ પાણી ભરાઈ ગયા છે. રામ વાટીકા સોસાયટીની સ્થિતિ તો ખુબ જ ભયાનક છે. દુકાનો ડૂબી ગઈ છે, વાહનો પણ ડૂબી ગયા છે, જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, મોડી રાતથી લાઇટ નથી, ખાવા માટે અનાજ નથી, કારણ કે ખાવા-પીવાની વસ્તુઓ પલળી ગઇ છે. તેથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો Ankleshwar News : નર્મદા નદીના પાણી અંકલેશ્વર શહેરમાં ઘૂસ્યા, જુઓ જળબંબાકારના Drone Photos
બીજી તરફ મોદીનગર વિસ્તારમાં રસ્તાઓ પર જાણે નદી વહેવા લાગી છે. તો ફોર વ્હીલર અડધા પાણીમાં ડૂબી ગયા છે. તો ટુ વ્હીલર તો આખે આખા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. હજુ પણ અનેક મકાનોમાં પહેલા માળ સુધી પાણી ભરાયેલા છે. સ્થિતિને જોતા અહીં NDRF અને SDRFની ટીમ તૈનાત કરાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો