સાબરકાંઠામાં વરસાદી જમાવટ, નેશનલ હાઈવે પર પાણી ભરાતા કાર ફસાઈ, જુઓ VIDEO

ઉતર ગુજરાતમાં (North gujarat) ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં પણ મેઘાની તોફાની ઈનિંગ થઈ રહી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 9:58 AM

Sabarkantha : સાબરકાંઠામાં હિંમતનગરમાં (Himatnagar) નેશનલ હાઈવે પર પાણી ભરાતા એક કાર (Car) ગટરમાં ફસાઈ ગઈ.હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ નેશનલ હાઈવે (National highway) પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આજે વધુ એક કારનું ટાયર ગટરમાં ફસાઈ જતાં ક્રેન મારફતે (Car Rascue) કાર બહાર કાઢવી પડી હતી. મહત્વનું છે કે મોતીપુરા સર્કલ નજીક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં હજુ સુધી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી.જેના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ઉતર ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે સાબરકાંઠામાં પણ મેઘાની તોફાની ઈનિંગ થઈ રહી છે.જેમાં ઈડરમાં સવા ચાર ઈંચ, પોશીનામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.તો હિંમતનગરમાં ત્રણ ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ અને વિજયનગરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે.તેમજ ખેડબ્રહ્મા, તલોદ અને વડાલીમાં (vadali) પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

હાથમતી જળાશયની જળસપાટી વધી

સાબરકાંઠાના હિંમતનગરમાં પસાર થતી હાથમતી નદી બેકાંઠે વહી રહી છે. હાથમતી નદીમાં (Hathmati river) પૂર આવતા મહેતાપુરા અને ભોલેશ્વર ડીપબ્રિજ  બંધ કરવામાં આવ્યો છે. રોડની બંને બાજુ બેરીકેટ લગાવી રોડ બંધ કરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને બંધ રોડ પર પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં વરસાદને પગલે ઇડર ગઢ (Idar gadh) પરથી નાના ઝરણા વહેતા થયા છે જેને કારણે મનોહર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદ થવાની સાથે પ્રાચીન કુંડ જેવા કે લખુમા તળાવ અને તળેટીના પ્રાચીન કુંડમાં નવા પાણી ભરાયા છે. તો ઇડરના મધ્યમાં આવેલા રમલશ્વર તળાવ અને રાણી તળાવ તથા મહાકાલેશ્વર તળાવ પણ પાણીથી ભરાઈ ગયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">