Ahmedabad : અમદાવાદના એસજી હાઇવે પર થયેલા કાર અકસ્માત કેસમાં ટ્રાફિક પોલીસે આરોપી નિમેષ પંચાલની ધરપકડ કરી છે. આરોપી નિમેષ પંચાલ સહિત છ લોકો કારમાં સવાર હતા. આરોપી નિમેષે, કાર પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત થયા હતા. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો : Ahmedabad: AMCની ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે પશુપાલકોનો વિરોધ, જુઓ Video
તો બીજી તરફ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે, પરંતુ આ અકસ્માત જે કારથી સર્જાયો હતો. તે જેગુઆર કાર મૂળ માલિકને પરત મળશે. આ માટે 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. અકસ્માત બાદ કાર પોલીસના કબ્જામાં છે. આ જેગુઆર કાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના બિઝનેસ પાર્ટનર ક્રિશ વારિયાની હતી અને તેણે આ કાર મિત્રતામાં તથ્ય પટેલને આપી હતી.