Banaskantha : પાલિકા પાસે ઢોર સાચવવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી પકડેલા રખડતા ઢોરને રસ્તા પર ફરી છોડી દેવાયા, જૂઓ Video

| Edited By: | Updated on: Sep 04, 2023 | 10:03 AM

એક તરફ વિવિધ પાલિકા ઢોર પકડવાની વાતો કરે, પરંતુ ઢોર સાચવવાની જવાબદારી ઉપાડતી નથી અને આ જ કારણે બનાસકાંઠાના પાલનપુરમાં પકડેલા રખડતાં ઢોર છોડી મુકવાની નોબત આવી છે. પાલનપુરમાં કોન્ટ્રાક્ટ આપીને 29 રખડતાં ઢોર પકડવામાં આવ્યા હતા,પરંતુ નગરપાલિકાએ આ ઢોર સાચવવાની કોઈ વ્યવસ્થા કરી જ નહીં.

Banaskantha : ગુજરાતના અનેક શહેરોમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ છે. એક તરફ વિવિધ પાલિકા ઢોર પકડવાની વાતો કરે, પરંતુ ઢોર સાચવવાની જવાબદારી ઉપાડતી નથી અને આ જ કારણે બનાસકાંઠાના પાલનપુરમાં પકડેલા રખડતાં ઢોર છોડી મુકવાની નોબત આવી છે. પાલનપુરમાં કોન્ટ્રાક્ટ આપીને 29 રખડતાં ઢોર પકડવામાં આવ્યા હતા,પરંતુ નગરપાલિકાએ આ ઢોર સાચવવાની કોઈ વ્યવસ્થા કરી જ નહીં.

આ પણ વાંચો-Vadodara Video : કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 8 ઝડપાયા

આઠ-આઠ દિવસ સુધી આ ઢોરને ડબ્બામાં બંધ રખાયા. કોન્ટ્રાક્ટરે પાલિકા પાસે બે દિવસ પહેલા આની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. જો કે, કોઈ જ વ્યવસ્થા ન થતાં 29 ઢોરને છોડી મુકાયા છે. પાલનપુર નગરપાલિકા પાસે ઢોરવાડા નથી. તો બીજી તરફ પકડેલા ઢોર મુક્ત કરાવવા પણ કોઈ ઢોર માલિક આવ્યા નહીં. આ તરફ પાંજરાપોળના સંચાલકો પણ રખડતાં ઢોર રાખવાનો ઈનકાર કરી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટરના માથે ઢોરને રાખવાનો ખર્ચ વધી રહ્યો હતો. આખરે તેણે ઢોર પાલનપુરના રસ્તાઓ પર પાછા છોડી મુક્યા છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો