Gujarati Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સહિત અન્ય મુદ્દાઓ પર થશે ચર્ચા

| Edited By: | Updated on: Jun 07, 2023 | 11:12 AM

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની (Cabinet Meeting) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આજે કેબિનેટ બેઠકમાં PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે.

Gandhinagar : ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની (Cabinet Meeting) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આજે કેબિનેટ બેઠકમાં PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. જેમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પર નિર્ણય લેવાઈ શકે છે. તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે થશે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ સંદર્ભ્ ચર્ચા કરવામાં આવશે. તો આગામી દિવસમાં યોજાનારી 146 મી રથયાત્રા સંદર્ભે ચાલી રહેલી તૈયારીઓમા સુરક્ષા સહીત ની બાબતો પર ચર્ચા કરવામાં આવશે. તો આજે કેબિનેટ બેઠક વાવાઝોડાના સંકટ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્ય સરકાર ના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati Video: Gandhinagar: CMએ દહેગામની ઓચિંતી મુલાકાત લઈ તળાવની કામગીરીની કરી સમીક્ષા, ગામના લોકો સાથે લીધી ચાની ચુસ્કી

આ અગાઉની કેબિનેટ બેઠકમાં PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસના કાર્યક્રમની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં પાણીની સ્થિતિ, વરસાદની નુકસાની સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં સરકારની નીતિગત વિષયો અને આગામી આયોજનો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 07, 2023 11:12 AM