ગાંધીનગરમાં મળશે આજે કેબિનેટની બેઠક, પૂર બાદની સ્થિતિ, PMના ગુજરાત પ્રવાસ પર થશે ચર્ચા, જુઓ Video

|

Sep 26, 2023 | 9:52 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં ભારે વરસાદ બાદ ખેતીના પાકને થયેલા નુકસાન પર ચાલી રહેલી સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.તો રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા કરાશે.

Gandhinagar : ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં ભારે વરસાદ બાદ ખેતીના પાકને થયેલા નુકસાન પર ચાલી રહેલી સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.તો રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા કરાશે.

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, કરોડો રુપિયાના વિકાસકામોની આપશે ભેટ

ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં નર્મદા નદીના પૂર આવ્યા બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.તેમજ બેઠકમાં પૂરથી થયેલા નુકસાનને લઇને અપાતી સહાયને લઈ ચર્ચા કરવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે અને સહાયની ચૂકવણી સહિતના મુદ્દા પર ચર્ચા થશે. તો આ સાથે જ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે. રાજ્યમાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા બાબતે ચર્ચા થશે. બ્રિજ દુર્ઘટના અંગે પણ નીતિ વિષયક બાબતો પર ચર્ચા થશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:52 am, Tue, 26 September 23

Next Video