સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ નશીલી સીરપનું વેચાણ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં

સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ નશીલી સીરપનું વેચાણ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં

| Edited By: | Updated on: Nov 24, 2023 | 7:54 PM

મેડિકલ સ્ટોર પરથી પૈસાની લાલચે નશીલી સીરપનું બિન્દાસ્ત વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેટલા સમયથી નશીલી સીરપનું વેચાણ શરૂ હતું, તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલી મેડિકલ સ્ટોરમાં ખુલ્લેઆમ નશીલી સીરપનું વેચાણ થઈ રહ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યાં એક મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના લખાણ વગરની સિરપ આપવામાં આવી રહી છે. આ વીડિયો એક ગ્રાહકે બનાવ્યો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો સુરેન્દ્રનગરમાં આંગણવાડીની ભરતી માટે લાંબી લાઈન, 11 જગ્યા માટે 3 હજારથી વધુ મહિલાઓએ કરી અરજી

મેડિકલ સ્ટોર પરથી પૈસાની લાલચે નશીલી સીરપનું બિન્દાસ્ત વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેટલા સમયથી નશીલી સીરપનું વેચાણ શરૂ હતું, તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો