Valsad: માંડવા ગામ નજીક બસનો અકસ્માત, 30થી વધુ મુસાફરો હતા બસમાં સવાર, જુઓ Video

| Edited By: | Updated on: May 13, 2023 | 10:52 PM

વલસાડ કહતે બસનો અકસ્માતની ઘટના સામે આવી છે. ઢાળ ચડતા ખાનગી બસ રોડની સાઈડમાં ઉતરી જતાં 108ની ટીમ અને સ્થાનિકોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

વલસાડના કપરાડા ખાતે માંડવ ગામ નજીક બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે. ઢાળ ચડતા ખાનગી બસ રોડની સાઈડ પર ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઈ આસપાસના વિસ્તારોના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને જાણ કરાતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વલસાડના કપરાડા ખાતેની આ ઘટના છે, જેમાં માંડવા ગામ નજીક બસનો અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : લ્યો બોલો ! એક લાખથી વધુ ગુજરાતીઓ વિદેશ પ્રવાસે પહોંચ્યા, ભારતીય પ્રવાસન સ્થળોનકરતા પણ સસ્તા વિદેશ પ્રવાસ ગુજરાતીઓની પહેલી પસંદ

ડ્રાઈવરે ઢાળ ચડતા સમયે ખાનગી બસ અચાનક રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. 108ની ટીમ અને સ્થાનિકોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. 5 જેટલા મુસાફરો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થાય હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે 2 લોકોને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિત મુજબ આ બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. ઝાડ સાથે બસ અથડાતા બસ ખીણમાં પડતા બચી હતી. જેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો