Gujarati Video: વલસાડમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુ રાઉત ઉપર થયો જીવલેણ હુમલો

Gujarati Video: વલસાડમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુ રાઉત ઉપર થયો જીવલેણ હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 7:52 PM

હુમલામાં માધુ રાઉતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વલસાડમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુ રાઉત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મધુ રાઉત વળવત ગામની આશ્રમ શાળા પર બેઠા હતા ત્યારે હુમલો થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર પાછળથી આવેલા અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ  પણ વાંચો: Gujarati Video: સુરતમાં માનસિક અસ્થિર યુવકનો બ્રિજની પાળી ઉપર ચાલતો વીડિયો વાયરલ

હુમલામાં માધુ રાઉતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળશે કે કોઈએ મધુ રાઉત ઉપર ખાર રાખીને હુમલો કર્યો છે કે કોઈ દ્વારા હુમલો  કરાવવામાં આવ્યો છે. પોલીસે આ અંગે સીસીટીવી સર્ચ કરીને તપાસ આગળ વધારશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">