અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ

|

Mar 01, 2024 | 5:51 PM

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ફરી એકવાર ભમરા ઉડવાની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ મેઘરજમાં ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમ બાદ ભમરા ઉડ્યા હતા, જેમાં 15 લોકોને ભમરા કરડતા અસર થઈ હતી. હવે બીજી ઘટના મેઘરજના પાલ્લા ગામે નોંધાઈ છે, જ્યાં સ્મશાનમાં ગયેલા ડાઘુઓને ભમરાએ ડંખ માર્યા છે.

મેઘરજના કાલીયાકુવા ગામે ભાજપના કાર્યક્રમ બાદ જમણવાર દરમિયાન ભમરા ઉડવાને લઈ ત્રીસેક લોકોને ડંખ માર્યા હતા. જેમાં 15 જેટલા લોકોને ડંખની અસર થવાને લઈ સારવાર અપાઇ હતી. તો આ દરમિયાન મેઘરજના પાલ્લા ગામે અંતિમ વિધિ કરવા ગયેલા ડાઘુઓને ભમરાને ડંખ માર્યા છે. સ્વજનના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન પહોંચેલા ડાઘુઓને ભમરાએ ડંખ દીધા હતા. ભમરાઓના ડંખને પગલે ડાઘુઓમાં નાસ ભાગ મચી ગઈ હતી અને ડંખથી બચવા માટે પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી

લગભગ 20 થી 25 ડાઘુઓને ડંખ દેતા તેની અસર થઈ હતી. ડંખને લઈ કેટલાકને અસર થવાને લઈ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અંતિમ સંસ્કાર માટેની ક્રિયા પૂર્ણ કરાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:49 pm, Fri, 1 March 24

Next Video