Surat : ગોપી તળાવ વિસ્તારમાં કોર્પોરેશને મદરેસાનું ડીમોલેશન શરૂ કર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

|

May 26, 2022 | 6:26 PM

સુરતના (Surat) ગોપી તળાવ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદે મદરેસાનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે વકફ બોર્ડની મિલકત પર મદરેસા હોવાનું જણાવી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં હાઇકોર્ટમાં કેસ હારી જતા સ્વયંભૂ ડીમોલેશન માટે પાલિકાએ જણાવ્યું હતું.

સુરતના(Surat)  ગોપી તળાવ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદે મદરેસાનું ડિમોલેશન(Demolition)  શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે વકફ બોર્ડની મિલકત પર મદરેસા(Madrasa)  હોવાનું જણાવી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં હાઇકોર્ટમાં કેસ હારી જતા સ્વયંભૂ ડીમોલેશન માટે પાલિકાએ જણાવ્યું હતું. તેમજ કોર્પોરેશનને આપેલી સમય અવધિમાં ડિમોલેશન નહિ કરાતા આખરે કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મદરેસાનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસા દૂર કરવાનો માર્ગ મોકળો થયો હતો. જેમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદે મદરેસાને સુરત કોર્પોરેશન તોડી શકે છે .ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસાને રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો હતો. સરકારી જગ્યા પર ઉભા કરાયેલા બાંધકામ હટાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નોટિસમાં હસ્તક્ષેપ કરવા હાઈકોર્ટે ઇનકાર કર્યો હતો.

મહત્વનું છે કે સુરતમાં ગોપી તળાવના વિકાસ માટે સંપાદિત થયેલી જગ્યામાં ખોટી રીતે મદરેસા બનાવવામાં આવ્યાં હોવાની કોર્પોરેશને હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.કોર્પોરેશન તરફથી રજૂઆત કરાવામાં આવી હતી કે અરજદારોએ મદરેસાના નામે ખોટી રીતે વકફ પ્રોપર્ટી દર્શાવી બાંધકામ કર્યું છે.

Published On - 6:13 pm, Thu, 26 May 22

Next Video