Banaskantha : ભીલડી હાઈવે પર ખુલ્લી ડ્રેનેજમાં આખલો પડતાં રેસ્ક્યૂ કરી બહાર કઢાયો, જુઓ Video
બનાસકાંઠાના ભીલડી હાઇવે પરની ખુલ્લી ડ્રેનેજમાં આખલો ખાબક્યો હતો. બનાવની જાણ થતા તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આખલાનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો.
Banaskantha : ખુલ્લી ડ્રેનેજની (Drainage) સમસ્યાના કારણે લોકો તો પરેશાન છે, પરંતુ પશુઓ પણ કેટલીકવાર તેનો ભોગ બનતા હોય છે. જાહેર માર્ગ પર ખુલ્લી ડ્રેનેજ હોય અને તેમાં નાગરિકો પડ્યા હોવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હવે ખુલ્લી ગટરમાં આખલો પડ્યો હોવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠાના ભીલડી હાઇવે પરની ખુલ્લી ડ્રેનેજમાં આખલો ખાબક્યો હતો. બનાવની જાણ થતા તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આખલાનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા હાઇવે ઓથોરિટી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.