જુનાગઢમાં આખલાનો આતંક યથાવત, ઝાંઝરડા ચોકડી પાસે બે આખલા બાખડતા સ્થાનિકો ભયભીત- વીડિયો
જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી નજીક ભર બજારમાં બે આખલા બાખડ્યા હતા, જેના પગલે આસપાસના સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. ભર બજારે આખલા યુદ્ધ શરૂ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં એક બાઈકચાલક આખલાની અડફેટે આવતા માંડ માંડ બચ્યો હતો.
જૂનાગઢ શહેરમાં હજી પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો. ગત રાતે ઝાંઝરડા ચોકડી પાસે બે આખલા બાખડ્યા. જેના દ્રશ્યો સામે આવ્યા. ભર બજારમાં રોડની વચ્ચોવચ બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું. ઘટના દરમિયાન એક બાઈક ચાલક પોતાનો જીવ બચાવીને ભાગ્યો. જો તે સમયસર બાઈક પરથી ન ઉતરતો તો આખલાની અડફેટે આવી જતો. રખડતા આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
આસપાસના સ્થાનિકોએ આખલાને છૂટા પાડવાનો પણ પ્રયાસ કર્યો જો કે તેમને સફળતા મળી ન હતી અને આખલા બાખડતા રહ્યા હતા. ભરબજારે આ પ્રકારે રખડતી રંજાડને કારણે પાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે કે આખરે આ જીવલેણ આતંકથી મુક્તિ ક્યારે મળશે.
આ પણ વાંચો : અમદાવાદ: સગીરા પર બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, મુખ્ય આરોપીને ફટકારી 20 વર્ષની સજા
આ તરફ જુનાગઢમાં દીપડાની દહેશત પણ વધી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં એક બાદ એક દીપડાના હુમલાની ઘટના સામે આવી રહી છે. લીલી પરિક્રમામાં 11 વર્ષની બાળકીનું દીપડાના હુમલામાં મોત થયુ જ્યારે મંગળવાર 2 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો. એક બાદ એક વધી રહેલા હુમલાને કારણે સ્થાનિકોના નિશાને વન વિભાગ આવી ગયુ છે. સ્થાનિકો વન વિભાગ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
