Rajkot : ખુલ્લી ડ્રેનેજ ન માત્ર માણસો પરંતુ પશુઓ માટે પણ જોખમરૂપ સાબિત થઈ રહી છે.આવી જ એક ઘટના રાજકોટના અંબાજી ટાઉનશીપમાંથી સામે આવી છે. જ્યાં ખુલ્લી ડ્રેનેજમાં એક આખલો ખાબક્યો છે. ડ્રેનેજનુ ઢાંકણુ ખુલ્લુ હોવાથી આખલો ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ RMC વિભાગે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ શરૂ કર્યું.
તો આ તરફ રાજકોટના ગોંડલમાં પણ રખડતી રંજાડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કોર્પોરેશનની ઢોર મુક્ત શહેર કરવાની મોટી મોટી વાતો વચ્ચે રખડતો આતંક યથાવત રહ્યો છે અને હવે આ રખડતા ઢોરનો ભોગ એક મહિલા અને તેની પુત્રી બન્યા હતા. આ ઘટનામાં કોમલબહેન નામના 25 વર્ષના મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેમને સારવાર માટે પહેલા ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને રાજકોટ ખસેડવાની ફરજ પડી હતી.
ગોંડલની હરભોલે સોસાયટીમાં એક મહિલા અને તેની પુત્રી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા આખલાએ બંનેને અડફેટે લીધા હતા.જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ મહિલા કોમામાં સરી પડતા પરિવાર પર ચિંતામાં મુકાયો છે.
Published On - 8:42 am, Sun, 5 March 23