Breaking News : સુરતના બમરોલીમાં 176 ફ્લેટધારકો સાથે છેતરપિંડી, કરોડોની લોન લઈ બિલ્ડર રફુચક્કર, જુઓ Video
સુરતના બમરોલીમાં બિલ્ડરે ફ્લેટ પર લોન લીધા બાદ લોન ન ભરતા ફ્લેટધારકોને બેંકે નોટિસ ફટકારી છે. બેંકે નોટિસ ફટકારતા 176 ફ્લેટધારકોના જીવ તાળવે ચોટ્યા છે.
Surat : સુરતમાં (Surat) ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલીમાં 176 ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી છે. બિલ્ડરે ફ્લેટ પર રૂ.10 કરોડની લોન લીધા બાદ હપ્તા ન ભરી છેતરપિંડી આચરી છે. રૂ.10 કરોડની લોન લઇ બિલ્ડર રફુચક્કર થતાં ફ્લેટધારકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો Surat: સબજેલ પાસે ટાંકીનું કરાયુ ડિમોલિશન, ગણતરીની સેકન્ડોમાં થઈ જમીનદોસ્ત- જુઓ Video
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના બમરોલીમાં બિલ્ડરે ફ્લેટ પર લોન લીધા બાદ લોન ન ભરતા ફ્લેટધારકોને બેંકે નોટિસ ફટકારી છે. બેંકે નોટિસ ફટકારતા 176 ફ્લેટધારકોના જીવ તાળવે ચોટ્યા છે. ત્યારે આ મામલે CIDએ શ્લોક એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 17, 2023 11:20 AM