15 ફેબ્રુઆરી બાદ મળશે નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર, નાણાંપ્રધાન તરીકે કનુ દેસાઈ બીજી વખત રજૂ કરશે બજેટ

15 ફેબ્રુઆરી બાદ મળશે નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર, નાણાંપ્રધાન તરીકે કનુ દેસાઈ બીજી વખત રજૂ કરશે બજેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 3:08 PM

આગામી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે. ત્યારે તેમાં ગુજરાતનું (Gujarat) બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ છે

ગુજરાત વિધાનસભા 2023ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. જે પછી ભાજપની નવી સરકારની રચના થઇ છે. ત્યારે 15 ફેબ્રુઆરી બાદ નવી સરકારનું બજેટ સત્ર મળવા જઇ રહ્યુ છે. જે માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. 20 ફેબ્રુઆરીની આસપાસ આ તેમાં બજેટ રજૂ થઈ શકે છે. કનુ દેસાઈ નાણાપ્રધાન તરીકે બીજી વખત બજેટ રજૂ કરવાના છે. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન સંદર્ભે રચાશે સિનિયર પ્રધાનોની કમિટીની રચના કરવામાં આવી છે.

આગામી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે. ત્યારે તેમાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ છે અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે. આમ તો ગત વર્ષે પણ કનુ દેસાઇએ જ નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ હતુ. ત્યારે સિનિયર નેતા તરીકે કનુ દેસાઇનો તેમને સપોર્ટ મળ્યો હતો. જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નવી સરકારનું પ્રથમ બજેટ 20 ફેબ્રુઆરીની આસપાસ રજૂ થઇ શકે છે. આ બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન કરવા સંદર્ભે સિનિયર પ્રધાનોની કમિટીની ખાસ રચના કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકાર જે નવા કાયદા બનાવવા અને જુના કાયદાઓમાં શું સુધારા વધારા કરવા છે તેના પર હાલ અભ્યાસ ચાલી રહ્યો છે. સમગ્ર મામલે હવે નવી કમિટી રચાશે અને નવા નિર્ણયો પણ લેવાઇ શકે છે.

(વિથ ઇનપુટ-રોનક વર્મા, ગાંધીનગર)

Published on: Jan 11, 2023 02:38 PM
g clip-path="url(#clip0_868_265)">