Budget 2022 : MSMEને અપાતી લોનના દરમાં ઘટાડો કરવામાં ઉદ્યોગકારોની માગ

|

Jan 30, 2022 | 5:32 PM

રાજકોટના (RAJKOT) એન્જિનીયરીંગ ઉધોગ સરકાર પાસે આશા રાખીને બેઠું છે.જીએસટીના (GST) દરમાં વિસંગતતા,ઘાતુઓમાં સતત ભાવવધારો તથા MSME ઉધોગને બુસ્ટ મળે તે માટે સરકાર યોગ્ય નિતી ઘડે તેવી માંગ કરવામાં આવી છે.

Budget 2022 : કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે ત્યારે રાજકોટના (RAJKOT) એન્જિનીયરીંગ ઉધોગ સરકાર પાસે આશા રાખીને બેઠું છે.જીએસટીના (GST) દરમાં વિસંગતતા,ઘાતુઓમાં સતત ભાવવધારો તથા MSME ઉધોગને બુસ્ટ મળે તે માટે સરકાર યોગ્ય નિતી ઘડે તેવી માંગ કરવામાં આવી છે.

MSMEની શું છે માંગ ?

1) GSTના દરમાં ઘટાડો કરવામાં આવે.
2) ઉત્પાદન વધે માટે પ્રોત્સાહન આપવામાં આવે.
3) MSMEને અપાતી લોનના દરમાં ઘટાડો કરવામાં આવે.
4) નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તેવા નિયમ બનાવવા.
5) લાયસન્સ કે ઓડિટના નિયમો સરળ બનાવવામાં આવે.
6) મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે GST દર ઘટાડમાં આવે.
7) ઉત્પાદન પર લાગતો 18 ટકા ટેક્સ 12 ટકાની અંદર લાવવામાં આવે.
8) ઉત્પાદન કરતા યુનિટોને સબસિડી આપવામાં આવે.
9) આ ક્ષેત્ર માટે વધુ નાણાં ફાળવવામાં આવે.
10) નાના અને મધ્યમ કદના ઉધોગો માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે.
11) લોંગ ટાઇમ કેપિટલ ગેઇન ટેક્સમાં ઘટાડો કરવો.
12) નિકાસની નીતિમાં સુધારો કરવો.
13) નિકાસને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં રાહત આપવી.
14) સોલાર ઉદ્યોગને ફાયદો થાય તેવી યોજના લાવવી.
15) મહિલાઓને લગતા ઉદ્યોગમાં GSTમાં રાહત આપવી જોઇએ.
16) સપ્લાય ચેઇન બનાવવી જોઇએ.
17) ક્રેડિટ લાઈન ગેરંટી યોજના ECLGS માટે માગ્યુ સમર્થન.
18) સ્ટાર્ટઅપ્સમાં રાહત આપવા માગ.
19) નાના ઉઘોગોમાં કાચા માલની ખરીદી પર GST ઘટાડવામાં આવે.
20) ફિનીસ ગુડ્સ વેચાણના જીએસટીના દર અલગ અલગ છે તે એક કરવો.
21) એન્જિનિયરિંગ ઉધોગમાં ચાલતી મંદીમાં રાહત આપવા એક્સપર્ટ ઇન્સેંટીવ આપવા માંગ.
22) કંપની દ્રારા જાહેર કરવામાં આવતા ડિવિડન્ડ આવક ટેક્સ ફ્રી કરવામાં આવે.
23) ઓટો મોબાઇલ અને ઓટો પાર્ટસ પર જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવો.
24) એમએસએમઇ ઉધોગને બુસ્ટ મળે તે માટે આર્થિક પેકેજ જાહેર કરવું.
25) સ્ટીલમાં ચાલતી આંતરરાષ્ટ્રીય કાર્ટિલને રોકવા યોગ્ય નીતિ બનાવવામાં આવે.

આ પણ વાંચો : Budget 2022 : કેપિટલ ગેન્સમાં ટેક્સ ઘટાડો અને સોના પર ઇમ્પોર્ટ ડયુટી ઓછી કરવા જવેલર્સની માગ

આ પણ વાંચો : Budget 2022 : રિયલ એસ્ટેટને ઉદ્યોગનો દરજ્જો આપવાની માંગ

Next Video