Budget 2022 : રિયલ એસ્ટેટને ઉદ્યોગનો દરજ્જો આપવાની માંગ

|

Jan 30, 2022 | 5:25 PM

સુરતમાં કોરોના સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ મોટી અસર થઈ છે. લેબર ક્રાઇસીસ, રો મટિરિયલ્સના વધતા ભાવો સહિતના મુદ્દાઓને લઈને ડેવલપર્સને પરેશાની થઈ રહી છે. ત્યારે સુરત ક્રેડાઈ વતી નાણામંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat)  વધી રહેલા રિયલ એસ્ટેટના(Real Estate)  માર્કેટના પગલે તેની સાથે જોડાયેલા બિલ્ડર સંગઠનો પણ આવનારા કેન્દ્રીય બજેટને(Budget 2022)  લઇને અનેક અપેક્ષા રાખી રહ્યા છે. જેમાં બિલ્ડરો દ્વારા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે. જેમાં બિલ્ડરોના મતે જો રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો મળે તો એમએસએમઇ અને લાર્જ સ્કેલ ઉદ્યોગોને મળતા ટેક્સ બેનિફિટના લાભો પણ મળી શકે છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રને અન્ય લાભો મળવા જોઇએ.

સુરતમાં કોરોના સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ મોટી અસર થઈ છે. લેબર ક્રાઇસીસ, રો મટિરિયલ્સના વધતા ભાવો સહિતના મુદ્દાઓને લઈને ડેવલપર્સને પરેશાની થઈ રહી છે. ત્યારે સુરત ક્રેડાઈ વતી નાણામંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ જોડાયેલી કેટલીક માંગો સરકાર સમક્ષ રજુ કરવામાં આવી છે.

જેમાં એફોર્ડબલ હાઉસિંગ માટે 80IB ના અનુસંધાને જે લાભ મળે છે, તે સ્કીમ 31 માર્ચના રોજ પુરી થઈ રહી છે, જો આ સ્કીમને આવતા વર્ષે આગળ વધારવામાં આવે તો ડેવલપર્સ એફોર્ડબલ હાઉસીંગના ઘણા કામો કરી શકે અને આર્થિક રીતે નાના માણસોની ઘરની જરૂરિયાતો પણ પુરી થઈ શકે છે. સાથે જ હાઉસિંગ ફોર ઓલનું સપનું પણ પૂરું થઈ શકે છે.

આ પણ વાંચો :  કિશન ભરવાડની હત્યા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવ્યા, કહ્યું 26મી જાન્યુઆરીનું એલર્ટ છતાં હથિયારો કેમ આવ્યા?

આ પણ વાંચો :  વલસાડ : રાજ્યમાં સૌ-પ્રથમ અતિઆધુનિક ફ્લોટિંગ જેટી અને મત્સ્ય ઉતરણ કેન્દ્ર બનાવવાના કામનો ઉમરસાડીમાં શુભારંભ

 

Published On - 4:49 pm, Sun, 30 January 22

Next Video