AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ચકચારભર્યા લવ જેહાદના કેસમાં આવ્યો નવો વળાંક, યુવતીએ કોર્ટ સમક્ષ રજૂ થઈ માતાપિતાએ લગાવેલા આક્ષેપોને ગણાવ્યા જુઠ્ઠા

Rajkot: રાજકોટના ચકચારભર્યા લવજેહાદના કેસમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. સૌપ્રથમ યુવકે યુવતી મરજીથી પોતાની સાથે રહેતી હોવાનું યુવતીનું લખાણ પોલીસને આપ્યુ હતુ. ત્યારાબાદ યુવકની ધરપકડ થતા યુવતી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી અને તેના માતાપિતાએ લગાવેલા લવ જેહાદના આરોપોને જુઠા ગણાવ્યા હતા.

Rajkot: ચકચારભર્યા લવ જેહાદના કેસમાં આવ્યો નવો વળાંક, યુવતીએ કોર્ટ સમક્ષ રજૂ થઈ માતાપિતાએ લગાવેલા આક્ષેપોને ગણાવ્યા જુઠ્ઠા
યૂુવતિના માતા
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 11, 2023 | 11:40 PM
Share

Rajkot: રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માતા પિતાએ અરજી કરી હતી કે તેની દીકરીને મહેબુબ બુખારી નામનો શખ્સ લલચાવીને ફોસલાવીને લઈ ગયો છે અને તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન આ યુવતી નાટ્યાત્મક રીતે કોર્ટમાં રજૂ થઇ હતી. કોર્ટમાં તેમણે દાવો કર્યો હતો કે તેના માતા પિતાએ લગાવેલા આક્ષેપો પાયા વિહોણા છે અને તે પોતાની મરજીથી પોતાનું ઘર છોડીને નીકળી ગઇ છે. આ અંગે કોર્ટ દ્વારા વધુ નિવેદન માટે યુવતીને પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસ દ્વારા કોર્ટમાંથી યુવતીનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મારા માતા પિતા મારા પર અત્યાચાર કરે છે-યુવતી

ભોગ બનનાર યુવતી કોર્ટની બહાર આવી ત્યારે તેમણે મીડિયાને વિગતો આપી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેના માતા પિતા તેના પર ત્રાસ ગુજારે છે. તેને માથાના ભાગે છરી મારે છે, એટલું જ નહિ તેના બળજબરીથી લગ્ન કરાવી દેવા માંગે છે. જેથી તે કંટાળીને ગત 26 જૂનથી પોતાના ઘરેથી નીકળી ગઇ છે અને તેના મિત્રોને ત્યાં રહે છે. યુવતીના માતા પિતાએ યુવતી પર જે ચોરીનો આક્ષેપ લગાડ્યો છે તે પણ ફગાવતા તેમણે કહ્યું હતું કે મેં કોઇ ચોરી કરી નથી. એટલું જ નહિ મારી સાથે કોઇ દુષ્કર્મ પણ થયું નથી તેવો પણ દાવો કર્યો હતો.

યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

કોર્ટ દ્વારા આ યુવતીનો કબ્જો પોલીસને સોંપવામાં આવ્યો હતો.પોલીસે યુવતી ગુમ થયાની જે ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસ દ્વારા તેનું વધુ નિવેદન લેવા માટે તેનો કબ્જો લીધો હતો. કોર્ટ સમક્ષ યુવતીએ તેના માતા પિતા સાથે રહેવાની અનિચ્છા દર્શાવી હતી ત્યારે પોલીસ તેનું નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો : રાજકોટમાં ક્રિકેટ કોચિંગ વચ્ચે કળા કરી ગયો વિધર્મી યુવક, પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યુ હોવાની માતાપિતાની ફરિયાદ, દીકરી 26 જુનથી ગુમ !

માતા-પિતાએ લવ જેહાદની વ્યક્ત કરી છે આશંકા

આ અંગે યુવતીના માતા પિતાએ યુવતીને વિધર્મી યુવક દ્વારા ફસાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. માતા પિતાએ દાવો કર્યો છે કે આ યુવતીને લલચાવીને તેની સાથે પ્રેમ સબંધ બાંધ્યો એટલુ જ નહિ તેને ધર્મ પરિવર્તન કરાવીને તેની જાળમાં ફસાવી દીધી છે અને હવે તેને ધમકી આપવામાં આવી રહી છે. યુવતીને ઘરની બહાર નીકળવું હોય તો પણ તેની પરવાનગી લેવી પડે છે અને માતા પિતા સાથે સબંધ તોડવા માટે દબાણ કરે છે. આ અંગે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">