જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાં સારો વરસાદ થતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામનગરની જીવાદોરી સમાન રણજિતસાગર, ઉંડ એક અને આજી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. આ ત્રણેય ડેમમાં અડધાથી લઈને પોણા બે ફૂટ નવા નીરનો ઉમેરો થયો છે. જેના પગલે જામનગરની આગામી ઓગસ્ટ સુધીની પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.