Rain Breaking : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, રાજ્યના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 04, 2023 | 1:15 PM

રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ત્રણ દિવસ મધ્યમથી હળવા વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

રાજ્યના ફરી ખેડૂતો માટે આગામી ત્રણ દિવસ મુશ્કેલીભર્યા રહી શકે છે. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ત્રણ દિવસ મધ્યમથી હળવા વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5,6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે.

આ પણ વાંચો :Gujarati Video : અમદાવાદના રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે 3 બાઈકને મારી ટક્કર, બાઈક બળીને ખાખ

ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ અને જામનગરમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ માવઠું પડી શકે છે. જ્યારે ભરૂચ, નર્મદા અને તાપી સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે.

કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ

તો આ તરફ બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 04, 2023 09:53 AM