Breaking Video: પાલીતાણામાં નશામાં ધૂત બાઈકચાલકોએ દર્શાનાર્થીને લીધો અડફેટે, યુવક પાસેથી 70થી વધુ દેશી દારૂની થેલી અને નોનવેજ સહિતનો સામાન મળ્યો
ભાવનગરના પાલીતાણા રોહીશાળ જૈન તીર્થ સ્થળે નશામાં યુવકોએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત બાઈકચાલકોએ દર્શાનાર્થીને પણ અડફેટે લીધો હતા. ઈજાગ્રસ્ત દર્શનાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
Bhavnagar : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરના પાલીતાણા રોહીશાળ જૈન તીર્થ સ્થળે નશામાં યુવકોએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત બાઈકચાલકોએ દર્શાનાર્થીને પણ અડફેટે લીધો હતા. ઈજાગ્રસ્ત દર્શનાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
અકસ્માત સર્જનાર નબીરા પાસે 70થી વધુ દેશી દારૂની થેલી મળી આવી હતી. આ સાથે જ તેની પાસે નોનવેજ સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. હાલમાં આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાલીતાણ નજીકના વિસ્તારમાં માસાંહારી ભોજન પર પ્રતિબંધ હોવા છતા પણ નોનવેજ સહિતની સામગ્રી મળી આવી હતી. પ્રતિબંધીત વિસ્તારમાંથી માસાંહારી વસ્તુઓ મળતા અનેક સવાલો ઉભા થયા છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો