Breaking Video: સુરતના ઉધનાની 17 વર્ષીય કિશોરીનું ડેન્ગ્યૂથી મોત, સિવિલ હોસ્પિટલમાં 31 લોકોએ લીધી સારવાર

| Edited By: | Updated on: Aug 20, 2023 | 9:33 AM

સુરતના ઉધનામાં 17 વર્ષીય કિશોરીને ડેન્ગ્યૂ ભરખી ગયો. કિશોરીનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. કિશોરીને બે-ત્રણ દિવસથી હતી તાવની અસર હતી. જેના પગલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

Surat : રાજ્યમાં વરસાદે લીધા વિરામ બાદ રાજ્યભરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. જ્યાં સુરતમાં પણ રોગચાળો જોવા મળ્યો છે. સુરતના ઉધનામાં 17 વર્ષીય કિશોરીને ડેન્ગ્યૂ ભરખી ગયો. કિશોરીનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. કિશોરીને બે-ત્રણ દિવસથી હતી તાવની અસર હતી. જેના પગલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat: મનપાની જમીનનો દુરુપયોગ, પોલીસ સ્ટેશન બનાવવા ફાળવાયેલી જગ્યા પર ફેલાયુ ગંદકીનું સામ્રાજ્ય- જુઓ Video

પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ છે. અત્યાર સુધી સુરતમાં રોગચાળાના કારણે 31 લોકોના મોત નિપજ્યા છે. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યૂના 28 કેસ નોંધાયા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 31 લોકોએ ડેન્ગ્યૂની સારવાર લીધી છે.

આ અગાઉ સુરતના પાંડેસરામાં એક વૃદ્ધના મોત બાદ અલથાણમાં એક યુવકનું મોત થયું હતુ. 22 વર્ષીય રિતેશ નામના યુવકનું તાવના કારણે મોત થયું હતુ. તે ફક્ત 3 દિવસથી જ બિમાર હતો. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો