Breaking News : જામનગરમાં એક યુવકે યુવતી પર કર્યો છરી વડે હુમલો, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 22, 2023 | 7:07 PM

સદનસીબે યુવતીનો જીવ તો બચી ગયો છે, પરંતુ યુવકે હુમલો કેમ કર્યો તેનું કારણ હજુ સામે નથી આવ્યું. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. યુવતીઓ પર આ રીતે સરેઆમ હુમલો ચોક્કસથી પોલીસ સામે પડકાર છે. આવા નરાધમોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.

Jamnagar : જામનગરમાં એક યુવકે યુવતીના ચહેરા પર છરી (Knife) મારી દેતા ચકચાર મચી છે. મહિલા મેડિકલ કોલેજમાં આ યુવતી અભ્યાસ કરે છે. તો, યુવક મહિલા કોલેજ પાસે આવ્યો અને અચાનક જ યુવતી પર હુમલો કરી દીધો હતો. યુવતીના ચહેરા પર બે વખત છરી મારી દીધી હતી. જે બાદ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ગંભીર હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઇ છે.

આ પણ વાંચો Jamnagar: તંત્રની બેદરકારીના પાપે મોરકંડા ગામમાં નવી બનેલી આંગણવાડી બની ખંડેર, 9 વર્ષથી લાગેલુ છે અલીગઢી તાળુ઼

સદનસીબે યુવતીનો જીવ તો બચી ગયો છે, પરંતુ યુવકે હુમલો કેમ કર્યો તેનું કારણ હજુ સામે નથી આવ્યું. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. યુવતીઓ પર આ રીતે સરેઆમ હુમલો ચોક્કસથી પોલીસ સામે પડકાર છે. આવા નરાધમોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.

Published on: Sep 22, 2023 07:06 PM