Breaking News : રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ, વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે :હવામાન વિભાગ

આજથી 3 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.કચ્છ સહિત ઉત્તર ગુજરાતના શહેરોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં માવઠાંની શક્યતા છે.

| Updated on: Jan 23, 2026 | 12:40 PM

આજથી ત્રણ દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.કચ્છ સહિત ઉત્તર ગુજરાતના શહેરોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં માવઠાંની શક્યતાઓ છે.વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. પશ્ચિમી વિેક્ષેપને કારણે રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે. માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ખેડૂતોમાં ચિંતા વ્યાપી

તમને જણાવી દઈએ કે, કચ્છના સરહદી તાલુકા લખપતમાં અચાનક કમોસમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેડૂતો આ માવઠાથી થનારા નુકસાનને લઇને ચિંતામાં આવ્યા છે.શિયાળુ પાકોને આ માવઠાથી મોટો ફટકો પડી શકે છે. કારણ કે,માવઠાની નુકસાની ખેડૂતો પહેલા પણ વેઠી ચુક્યા છે.

ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદથી રાજ્યના હજારો ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. રાજ્યભરમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના ખરીફ પાક અને બાગાયત ક્ષેત્રે મોટું નુકસાન થયું હતુ. ત્યારે જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ આવશે તો ખેડૂતોને પડ્યા પર પાટુ પડી શકે છે.

માવઠું અથવા કમોસમી વરસાદ એટલે ચોમાસાના 4 મહિના સિવાયના સમયગાળા દરમિયાન વરસતો વરસાદ.અહી ક્લિક કરો