AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ગોત્રીમાં હનુમંત ચરિત્ર કથા સ્થળે વિવાદ, લઘુમતી સમાજને રાઈડ્સનું સંચાલન આપતા હિન્દુ સંગઠને મચાવ્યો હોબાળો

Video: ગોત્રીમાં હનુમંત ચરિત્ર કથા સ્થળે વિવાદ, લઘુમતી સમાજને રાઈડ્સનું સંચાલન આપતા હિન્દુ સંગઠને મચાવ્યો હોબાળો

| Updated on: Apr 07, 2026 | 12:58 PM
Share

સંગઠનના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે કથા સ્થળે આવેલી તમામ રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને રાઈડ્સ બંધ કરાવી હતી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આયોજિત હનુમંત ચરિત્ર કથા સ્થળે મંગળવારે રાત્રે વિવાદ સર્જાયો હતો. કથા સ્થળ બહાર બાળકો માટે લગાવવામાં આવેલી રાઈડ્સને લઈને સ્થાનિક હિન્દુ સંગઠનના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

હનુમંત ચરિત્ર કથા સ્થળે હોબાળો

મળતી માહિતી અનુસાર, સંગઠનના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે કથા સ્થળે આવેલી તમામ રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને રાઈડ્સ બંધ કરાવી હતી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કાર્યકરો રાઈડ્સ સંચાલકોની ઓળખ અંગે પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે.

રાઈડ્સનો ઓર્ડર લઘુમતી સમાજને અપાતા હિંદુઓમાં રોષ

આ મામલે કોન્ટ્રાક્ટર સાથે સંપર્ક કરવામાં આવતા તેણે સ્પષ્ટ જવાબ આપવાને બદલે વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. વિવાદ વધતા રાત્રે કથા સ્થળે હોબાળો મચ્યો હતો, જેના પગલે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હોવાનું જણાવાયું છે.

વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી

હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવાનું અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ બંને પક્ષોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. સાથે જ સમગ્ર ઘટનાક્રમ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની પગલાં લેવાશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

Riverfront Culture Booming in India: ભારતમાં મોલ્સનો યુગ પૂર્ણ? ‘રિવરફ્રન્ટ’ બની રહ્યું છે શહેરો માટે સ્ટેટસ સિમ્બોલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">