Breaking news: વડોદરામાં અનોખો મામલો, મુસ્લિમ પરિવારમાં ઉછરેલા યુવકે ‘હાર્દિક’ બનવા માટે ધર્મ પરિવર્તનની કરી અરજી

| Edited By: | Updated on: Mar 18, 2026 | 1:25 PM

વડોદરામાં એક અનોખો અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે, જ્યાં મુસ્લિમ પરિવારમાં ઉછરેલા એક યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે અરજી કરી છે. મળતી માહિતી મુજબ, મોહમ્મદ સિરાજ અન્સારી નામના યુવકે પોતાનું નામ ‘હાર્દિક’ રાખવા અને હિન્દુ ધર્મ સ્વીકારવા માટે સોગંદનામું દાખલ કર્યું છે.

યુવકે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેને હિન્દુ ધર્મ પ્રત્યે ખાસ આસ્થા છે અને તે સ્વઇચ્છાએ ધર્મ પરિવર્તન કરવા માગે છે. આ પ્રક્રિયા માટે તેણે આર્યસમાજનો પણ સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે.

મૂળ પરિવાર દ્વારા તેને તરછોડી દેવામાં આવ્યો

મળતી વિગતો અનુસાર, યુવકનો બાળપણનો પ્રસંગ ખૂબ જ ભાવુક છે. જ્યારે સુરતમાં તે માત્ર 5 વર્ષનો હતો ત્યારે તેના મૂળ પરિવાર દ્વારા તેને તરછોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ એક મુસ્લિમ પરિવારે તેને અપનાવી ઉછેર કર્યો હતો. વર્ષો બાદ યુવકને તેની મૂળ ઓળખ અંગે જાણ થઈ કે તે જન્મથી હિન્દુ છે.

મૂળ ધર્મ તરફ પાછા ફરવાનો નિર્ણય

આ માહિતી મળ્યા બાદ યુવકે પોતાના મૂળ ધર્મ તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો છે. હાલ તે કાયદેસર રીતે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે. કાયદાકીય રીતે પણ આવી પ્રક્રિયા માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે.

Breaking news: આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો, 20 માર્ચ સુધી કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાવાની આગાહી, જુઓ વીડિયો

Follow Us