Breaking News : વડોદરાના કમાટીબાગ ઝૂમાં  હિપોપોટેમસના પીંજરાનો ગેટ ખુલ્લો રહી ગયો, મુલાકાતીઓ અંદર પહોંચી ગયા, જુઓ Video

Breaking News : વડોદરાના કમાટીબાગ ઝૂમાં હિપોપોટેમસના પીંજરાનો ગેટ ખુલ્લો રહી ગયો, મુલાકાતીઓ અંદર પહોંચી ગયા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 25, 2026 | 1:15 PM

વડોદરાના કમાટીબાગ ઝૂમાં સુરક્ષામાં સામે આવી ગંભીર બેદરકારી સામે આવી છે. હિપોપોટેમસના પાંજરાનો ગેટ ખુલ્લો રહી જતાં સહેલાણીઓ અંદર ઘૂસ્યાં હતા. સહેલાણીઓના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ ઝુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ કેટલાક સહેલાણીએ હિપોપોટેમસના પાંજરામાં ઘૂસ્યા હતા અને જોખમી રીતે તેના દર્શન કર્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગાર્ડ દ્વારા ખોરાક નાખ્યા બાદ પાંજરૂ ખુલ્લુ રહી ગયુ હતું અને સહેલાણીએ ખુલ્લા ગેટનો લાભ લઇને પાંજરામાં ઘૂસ્યા હતા.

આ ઘટના અને વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં જોવા મળ્યુ છે કે, કેટલાક લોકો હિપોપોટેમસને ખોરાક કે ઘાસ ખવડાવી રહ્યા છે. જો આ સમયે હિપોપોટેમસે હુમલો કર્યો હોત અને કોઇ દુર્ઘટના સર્જાઇ હોત તો જવાબદારી કોણ લેત.

ઝુ ઓથોરિટી એક્શનમાં

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ઝુ ઓથોરિટી એક્શનમાં આવી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઝુ સત્તાધીશોએ સિક્ટોરિટી ગાર્ડને નોટિસ ફટકારીને ખુલાસો તો માગ્યો છે પરંતુ સાથે જ સ્વીકાર કર્યો છે કે આ ઘટનામાં ક્યાંક જવાબદારીમાં ચૂક રહી છે. જોકે આ ઘટના માટે તંત્ર સુરક્ષા સાથે સહેલાણીઓને પણ દોષિત ગણાવી રહ્યા છે.તો બીજી તરફ સત્તાધીશો નાગરિકોને જંગલી જાનવરોથી દૂર રહેવાની સાથે નિયમોના પાલન માટે સલાહ આપી રહ્યા છે.

એવું નથી કે આ કોઇ પહેલી ઘટના હોય, ભૂતકાળમાં અગાઉ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ખુદ સુરક્ષા ગાર્ડ જ બેદરકારીનો શિકાર બની ચૂક્યા છે. ત્યારે આ ઘટના બાદ હવે તંત્ર કોઇ બોધપાઠ લે છે કે પછી લાલીયાવાડી યથાવત રહે છે.

 

Breaking News : અમદાવાદનો ફ્લાવર શો જોવું મોંઘુ પડશે, ટિકિટમાં વધારો કરવાની તૈયારી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.