Breaking News : વડોદરાના વાઘોડિયાના મઢેલી ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભય , જુઓ Video
વડોદરાના વાઘોડિયાના મઢેલી ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.તળાવના કિનારે પશુપાલકોને ઢોરને પાણી પીવડાવવા જવામાં ડર લાગી રહ્યો છે.
વડોદરા શહેરના વાઘોડિયાના મઢેલી ગામે તળાવમાં મગર દેખાતાં ગ્રામજનોમાં દહેશત જોવા મળી રહી છે.મઢેલી ગામના તળાવમાં મગર જોવા મળતાં ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તળાવ કિનારે માલ-ઢોરને પાણી પીવડાવવા જતાં પણ ડરી રહ્યા છે. યુપીમાં બાળકને મગર ખેંચી ગયાના વાયરલ વિડિયો બાદ સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.
તળાવમાં મગર દેખાતાં ગ્રામજનોમાં દહેશત
લોકસંપર્ક કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તળાવમાં મગર હોવાની રજૂઆત કરાઈ હતી. વાઘોડિયા તાલુકાના એકથી વધુ ગામોના તળાવોમાં મગરોના વસવાટ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા તળાવમાંથી મગરને વહેલી તકે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવા માગ કરી છે.તળાવ આસપાસ રહેતા લોકોને સાવચેતી રાખવા અને એકલા ન જવા સૂચના આપવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો અને પશુઓને તળાવ નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા મગરની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ઘટનાને પગલે ગામમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.