Breaking News : વડોદરામાં નશાખોરોનો આતંક! કાલાઘોડા બ્રિજ પાસે થાર કારનો અકસ્માત, કારમાંથી દારૂની બોટલ મળી

Breaking News : વડોદરામાં નશાખોરોનો આતંક! કાલાઘોડા બ્રિજ પાસે થાર કારનો અકસ્માત, કારમાંથી દારૂની બોટલ મળી

| Updated on: Nov 05, 2026 | 3:03 PM

શહેરના કાલાઘોડા બ્રિજ પાસે એક થાર કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં દિવાળીના તહેવાર નિમિત્તે તંત્ર દ્વારા બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં નશાખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના કાલાઘોડા બ્રિજ પાસે એક થાર કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં દિવાળીના તહેવાર નિમિત્તે તંત્ર દ્વારા બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કારના ચાલકે અકસ્માત સર્જ્યો

મળતી માહિતી મુજબ, કાલાઘોડા બ્રિજ પાસે થાર કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જેના પગલે કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા

ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર ચાલક સહિત કારમાં સવાર અન્ય એક વ્યક્તિની પણ અટકાયત કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કડક કાર્યવાહી કરવાની માગ

બીજી તરફ, આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ નશાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તહેવારોના સમયમાં જાહેર સ્થળોએ નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જતા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી છે.

Breaking News : તહેવારોમાં ST બસની ધૂમ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે 2500થી વધુ બસો દોડશે, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.