Breaking News : બેગ કરી લેજો પેક, 9 ઓક્ટોબરથી કરી શકશો સિંહ દર્શન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Oct 08, 2026 | 12:41 PM

દિવાળીના તહેવારોમાં સાસણ ફરવા જવાનો પ્લાન બનાવનાર માટે એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે.9 ઓક્ટોબર થી સાસણ સફારી ખુલ્લી મૂકવામાં આવશે. સાસણ સફારી ખુલવાના સમાચારને લઈ ચાહકોમાં આનંદ છવાયો હતો.

સાસણમાં સિંહ દર્શન તેમજ જંગલ સફારીનો આનંદ માણવા માગતા સિંહપ્રેમીઓ માટે આ આનંદના સમાચાર છે. થોડા દિવસો બાદ તહેવારોની સીઝન શરુ થવાની છે. ત્યારે પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.આવતી કાલથી સાસણ સફારી ખુલી મુકવામાં આવશે. 9 ઓક્ટોબરથી સાસણ સફારી ખુલ્લી મૂકવામાં આવશે. સાસણ વાઇલ્ડ લાઇફ સેન્સ્યુરીમાં સિંહ દર્શન થશે. સામાન્ય રીતે સાસણ સફારી 16 ઓક્ટોબરથી શરૂ થાય છે. 6 દિવસ પહેલા સાસણ સફારી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

9 ઓક્ટોબરથી સાસણ સફારી ખુલ્લી મુકાશે

દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 મહિના માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. જોકે, ચોમાસાની સિઝનમાં સિંહોના મેટીંગ પિરીયડનો સમય હોય છે. ત્યારે આ પ્રાણીને કોઇ ખલેલ ન પડે તે માટે સિંહોનું વેકેશન રાખવામાં આવે છે.વિશ્વભરના પર્યકો દર વર્ષે સાસણ ગીરની મુલાકાત લેતા હોય છે. બોલિવુડ સેલિબ્રિટી હોય કે રાજકીય નેતાઓ હોય સાસણ ગીરની મુલાકાત લે છે.

ગીર નેશનલ પાર્ક

આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે. આ નેશનલ પાર્ક સિંહ ઉપરાંત અનેક પ્રાણીઓ અને પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.

 

ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.