Breaking News Surat: સી.આર. પાટીલનો માનવતાભર્યો નિર્ણય, સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન સેવા
કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે દર્દીઓ અને તેમના પરિવારજનોની એક મહત્વપૂર્ણ સમસ્યાનો ઉકેલ લાવતો માનવતાભર્યો નિર્ણય લીધો છે. નવસારી જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી સુરત સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓને હવે ભોજનની ચિંતા નહીં રહે.
કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે દર્દીઓ અને તેમના પરિવારજનોની એક મહત્વપૂર્ણ સમસ્યાનો ઉકેલ લાવતો માનવતાભર્યો નિર્ણય લીધો છે. નવસારી જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી સુરત સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓને હવે ભોજનની ચિંતા નહીં રહે.
જરૂરિયાત મુજબ ભોજન પહોંચાડવામાં આવશે
સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા સુરતની કોઈપણ હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિવારજનોને જરૂરિયાત મુજબ ભોજન પહોંચાડવામાં આવશે. ઘણી વખત લાંબી સારવાર દરમિયાન દર્દીના સગાઓને જમવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે.
આ સુવિધાનો લાભ લેવા માટે માત્ર કાર્યાલયમાં જાણ કરવી પડશે. ત્યારબાદ દર્દીના સગાઓની સંખ્યા મુજબ હોસ્પિટલ સુધી ટિફિન પહોંચાડવામાં આવશે. એટલું જ નહીં, જો પરિવારજનો ઇચ્છે તો તેઓ કાર્યાલય પર જઈને પણ ભોજન લઈ શકશે.
આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દર્દી અને તેમના પરિવારને સારવાર દરમિયાન વધુ સહાય અને માનસિક રાહત આપવાનો છે. દર્દીની સારવાર સાથે પરિવારની મૂળભૂત જરૂરિયાતો પણ પૂર્ણ થાય તે માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
સી.આર. પાટીલની આ પહેલને લોકો દ્વારા આવકાર મળી રહ્યો છે. દર્દીઓના પરિવારજનો માટે ભોજન જેવી મૂળભૂત જરૂરિયાતની ચિંતા દૂર થતાં તેઓ પોતાના સ્વજનોની સારવાર પર વધુ ધ્યાન આપી શકશે. આ સેવા સમાજસેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે.
નવસારી: વિજલપોરમાં સાત વર્ષથી રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું, 130થી વધુ ટ્રેનોના કારણે 25 હજારથી વધુ લોકો પરેશાન