ચંડોળા તળાવની સફર, 14 વર્ષથી દબાયેલા વિસ્તારોમાં હવે શરૂ થયું છે મુક્તિનું બુલડોઝર ઓપરેશન

ચંડોળા તળાવની સફર, 14 વર્ષથી દબાયેલા વિસ્તારોમાં હવે શરૂ થયું છે મુક્તિનું બુલડોઝર ઓપરેશન

| Edited By: | Updated on: Apr 29, 2025 | 1:51 PM

Illegal Construction Demolition Ahmedabad: ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓએ ગેરકાયદે રીતે ઝૂપડપટ્ટીની વસાહત ઉભી કરી છે. છેલ્લા 14 વર્ષમાં આશરે 1.4 લાખ સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરાયું છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આ દબાણ દૂર કરવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Illegal Construction Demolition Ahmedabad: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તાર બાંગ્લાદેશી ઘુસણખોરો માટે મજબૂત ગઢ બની ગયું છે. છેલ્લા 6 વર્ષમાં અહીંથી કુલ 251 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. વર્ષ 2019માં 76 બાંગ્લાદેશી, 2020માં 17, 2021માં 20, 2022માં 23, 2023માં 40 અને 2024માં અત્યાર સુધી 72 બાંગ્લાદેશી ઝડપી પાડવામાં આવ્યા છે.

ગેરકાયદે રીતે ઝૂપડપટ્ટીની વસાહત ઉભી કરી

ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓએ ગેરકાયદે રીતે ઝૂપડપટ્ટીની વસાહત ઉભી કરી છે. છેલ્લા 14 વર્ષમાં આશરે 1.4 લાખ સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરાયું છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આ દબાણ દૂર કરવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

હાલમાં AMC અને અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા મૈસિવ ઓપરેશન અંતર્ગત આ વિસ્તારમાંથી ગેરકાયદે વસાહતો દૂર કરવાનો વિશાળ અભિયાન શરૂ થયું છે. સુરક્ષા માટે 2 હજારથી વધુ હથિયારબંધ પોલીસ જવાનો તહેનાત છે. ચંડોળા તળાવ નજીક મોટાપાયે બુલડોઝર એક્શન થકી બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Published on: Apr 29, 2025 06:41 AM