Dahod Breaking News : દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી પડી, જુઓ Video
પડાવ વિસ્તારમાં ભારે વાવાઝોડાના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. અહીં કાર્નિવલ મેળો યોજાવાનો હતો. જોકે મેળાની શરૂઆત થાય તે પહેલાં જ અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાએ સમગ્ર મેળા વિસ્તારને વેરવિખેર કરી નાખ્યું હતું.
દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં ભારે વાવાઝોડાના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. અહીં કાર્નિવલ મેળો યોજાવાનો હતો. જોકે મેળાની શરૂઆત થાય તે પહેલાં જ અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાએ સમગ્ર મેળા વિસ્તારને વેરવિખેર કરી નાખ્યું હતું.
વાવાઝોડાના કારણે દાહોદમાં મેળાને મોટું નુકસાન
ભારે પવનના કારણે લાકડાથી તૈયાર કરવામાં આવેલો મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી થઈ ગયો હતો. ઉપરાંત મેળામાં ઉભી કરવામાં આવેલી અનેક દુકાનોના પતરા ઉડી જતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડ્યું છે. વાવાઝોડાના કારણે મેળામાં ઉભા કરેલા મોટા ભાગના સ્ટોલને નુકસાન થયું છે.
મેળામાં ગેટ તેમજ દુકાનોને નુકસાન
સદનસીબે, મેળામાં લગાવવામાં આવેલી કોઈપણ રાઈડ્સને નુકસાન પહોંચ્યું ન હતુ અને કોઈ જાનહાનિના અહેવાલ પણ સામે આવ્યા નથી. જોકે, ગેટ અને દુકાનોને થયેલા નુકસાનને કારણે મેળાના સંચાલકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
મેળામાં સંચાલકને મોટો આર્થિક ફટકો પડ્યો
પ્રાથમિક અંદાજ મુજબ વાવાઝોડાના કારણે મેળાને આશરે 10થી 12 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સંચાલકો દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને મેળાની વ્યવસ્થાઓને ફરીથી ગોઠવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે થોડા જ મિનિટોમાં મેળાનો મોટો ભાગ અસરગ્રસ્ત બન્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા અને નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો.
Breaking News: વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ, પરિવારોમાં શોકનો માહોલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી

