Breaking News : સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-20ની પેટાચૂંટણીમાં સીઆર પાટીલે કર્યુ મતદાન, જુઓ Video

| Edited By: | Updated on: Aug 06, 2023 | 2:18 PM

ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું અવસાન થતા આ બેઠક ખાલી પડી છે. ખાલી બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે સવારથી જ મતદારો ધીરે-ધીરે મતદાન ઉપર પહોંચી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ( CRPatil ) પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અને મતદાન કર્યુ છે.

Surat : સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-20ની પેટાચૂંટણી મતદાન ચાલી રહ્યું છે. ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું અવસાન થતા આ બેઠક ખાલી પડી છે. ખાલી બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે સવારથી જ મતદારો ધીરે-ધીરે મતદાન ઉપર પહોંચી રહ્યા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે.

આ પણ વાંચો : Surat: જો જુનુ TV વાપરતા હોય તો ચેતી જજો! સુરતમાં અચાનક જ બ્લાસ્ટ થતા ઘર આગમાં લપેટાયુ, જુઓ Video

તો વોર્ડ નંબર-20માં રહેતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ( CRPatil ) પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એક બેઠક માટે 20 કરતાં વધારે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્રણે રાજકીય પાર્ટી દ્વારા છેલ્લા 15 દિવસથી સમગ્ર વિસ્તારમાં સખત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો હતો. આજે બંને પક્ષના ઉમેદવારોએ મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોર્પોરેશનના વોર્ડ નંબર 20 ખટોદરા-મજુરા-સંગ્રામપુરામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કુલ 35 બિલ્ડિંગમાં 110 મતદાન મથકો બનાવાયા છે. વોર્ડ નંબર 20માં કુલ 1.14 લાખ મતદારો છે. મતદાન માટે 110 કંટ્રોલ યુનિટ અને 220 બેલેટ યુનિટ ગોઠવી દેવાયા છે. 20 EVM યુનિટ સ્ટેન્ડબાય રખાયા છે. 12 બુથને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો