Breaking News : હોર્મુઝ સ્ટેટ પાસ કરી પોરબંદરના પોર્ટ પર પહોચ્યું LPG જહાજ, જુઓ વીડિયો

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને વધુ એક જહાજ પોરબંદર આવ્યું છે. 4 હજાર ટન LPG પુરવઠા સાથે જહાજ પહોંચ્યું છે.પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજી પણ મોંઘુ થઈ ગયું છે.

| Edited By: | Updated on: May 26, 2026 | 12:58 PM

એક બાજુ પેટ્રોલ-ડીઝલ એલપીજીના ભાવ વધી રહ્યા છે. ત્યારે લોકો માટે એક ગુડન્યુઝ સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને વધુ એક જહાજ ભારત આવ્યું છે. હોર્મુઝ સ્ટેટ પાસ કરી પોરબંદરના ઓક વેધર પોર્ટ પર જહાજ પહોચ્યું છે. પોરબંદર ઓલવેધર પોર્ટ પર 4000 ટન એલ પી જી ગેસ પુરવઠા સાથે જહાજ પહોંચ્યું છે.સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

સીએનજી મોંઘવારીના ઝટકાનો સામનો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. LPG ભરેલું જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સામાન્ય લોકોને સીએનજી મોંઘવારીના ઝટકાનો સામનો કરી રહી છે. એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ મંગળવારે ફરી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં CNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. 12 દિવસમાં આ ચોથો વધારો છે. આજે, આ વધારો પ્રતિ કિલો 2 રુપિયા છે.

 

28 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે ઈઝરાયેલ પર ઈરાન અને અમેરિકાએ હુમલો કર્યો. સુપ્રીમ લીડર અલી ખામેનીના લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us