AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી ! જુઓ Video

Breaking News : પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી ! જુઓ Video

| Updated on: Oct 29, 2026 | 12:59 PM
Share

પોરબંદરમાં રેલવે યાર્ડ નજીક શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. ટ્રેનના વધારાના કોચ અન્ય ટ્રેક પર લઈ જતી વખતે આ ઘટના બની હતી. સદનસીબે, આ સમયે કોચમાં કોઈ મુસાફર કે કર્મચારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

આજે 29 ઓક્ટોબર 2026ના સવારે આશરે 10:30થી 11 વાગ્યાની વચ્ચે પોરબંદરમાં પીજીવીસી કચેરી નજીક શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર લઈ જવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનાને પગલે રેલવે યાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રેલવે વિભાગની કામગીરી સામે સવાલો

રેલવે યાર્ડમાં દિવસ દરમિયાન અંદાજે 15થી 20 વખત ટ્રેનો અને કોચને એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર ખસેડવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી દરમિયાન અગાઉ પણ બેરિકેડ તૂટવા તેમજ અન્ય મુશ્કેલીઓ સર્જાવાની ફરિયાદો સામે આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનાને પગલે ટ્રેકની જાળવણીમાં કોઈ ખામી રહી હતી કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. ટ્રેકના મેન્ટેનન્સમાં બેદરકારી અથવા રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટ્રેકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગેની વાસ્તવિક હકીકત રેલવે વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

મીડિયા કવરેજને લઈને પણ વિવાદના આક્ષેપ

ઘટના બાદ રેલવે અધિકારીઓ દ્વારા મીડિયાને ઘટનાસ્થળથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્તરે ચર્ચા અને રકઝક બાદ મીડિયાને ઘટનાનું શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો છે. આ સમગ્ર મામલે ઘટનાની વિગતો છુપાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

આ ઘટનામાં રાહતની વાત એ છે કે કોચ પાટા પરથી ઉતર્યા ત્યારે તેમાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારી હાજર નહોતો. આથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં પાટા પરથી ઉતરી ગયેલા કોચને ફરીથી ટ્રેક પર લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો, Breaking News : ગુજરાતના હજીરામાં બનશે ભારતીય સેનાનું સુપર વ્હીકલ! -55°C ની ઠંડીથી +55°C ની ગરમીમાં દુશ્મનોના છોડાવશે છક્કા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">