Breaking News : રાજકોટમાં 1 કરોડ 10 લાખ 80 હજાર રુપિયાની માછલીની ઉલટી સાથે 6 લોકો ઝડપાયા, જુઓ Video
રાજકોટમાં 1 કરોડથી વધુનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વોચ ગોઠવી 1.80 કરોડની કિંમતનું1.20 કિલો એમ્બરગ્રીસ કબ્જે કરવામાં આવ્યું હતું. પોલીસે આ શખ્સોની ગુનાહિત કુંડળીની તપાસ કરી રહ્યા છે.
રાજકોટ (Rajkot)રૂરલ એસઓજીની ટીમ દ્રારા1 કરોડની કિંમતની એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી સાથે 6 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ રૂરલએસઓજીને બાતમી મળી હતી કે જામનગર તરફથી બે કારમાં પાંચ થી છ શખ્સો એમ્બરગ્રીસ માછલીની ઉલટી લઇને આવી રહ્યા છે અને પડધરી નજીકની ખાનગી હોટેલમાં તેની બેઠક થવાની છે. તેની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને 1 કરોડ 10 લાખ 80 હજારની કિંમતનું 1.20 કિલો એમ્બરગ્રીસ કબ્જે કરવામાં આવ્યું હતું.
ગુનાહિત કુંડળીની તપાસ
પોલીસે આ કેસમાં મેહુલ રાઠોડ,ભાનુ ચાવડા, વિજયસિંહ ઝાલા, પ્રશાંત જાટ, ધર્મેન્દ્રસિંહ કંચવા અને સાવન જાટ નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સ ભાનુ મહેતાએ એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે તેના મિત્રનો સંપર્ક કર્યો હતો. જેથી તેની રણનિતી નક્કી કરવા માટે આ બેઠકનું આયોજન હતું જ્યાં પોલીસને માહિતી મળતા તેને પકડી પાડ્યા હતા. હાલ પોલીસે આ શખ્સોની ગુનાહિત કુંડળીની તપાસ કરી રહ્યા છે.
માછલીની ઉલ્ટી મોંઘી
રાજકોટ રૂરલ SOGની ટીમને બાતમી મળી હતી કે, જામનગરથી 5છી 6 શખ્સો એમ્બર ગ્રીસ એટલે વેલ માછલીની ઉલટી લઈને આવી રહ્યા છે.અને પડધરી નજીક ખાનગી હોટેલમાં તેની વેચવા બેઠક થવાની છે. આ દરમિયાન સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. તમને જણાવી દઈએ કે,વ્હેલની ઉલટી (જેને એમ્બરગ્રીસ અથવા ‘તરતું સોનું’ તરીકે ઓળખવામાં આવે છે) ખૂબ મોંઘી હોય છે કારણ કે તે અત્યંત દુર્લભ છે અને તેને પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી શકાતી નથી.