Breaking News: ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2026 | 10:31 AM

રાજકોટ સહિત રાજ્યભરમાં ખાદ્યતેલના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતાની સીધી અસર હવે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતા સામાન્ય ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો

મળતી માહિતી અનુસાર સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે સિંગતેલનો એક ડબ્બો રૂ. 2765 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે રૂ. 20નો વધારો થયો છે અને તેનો ભાવ હવે રૂ. 2620 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ખાદ્યતેલની આયાત ખર્ચમાં વધારો થતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

આ વર્ષે ડબ્બાના ભાવમાં રૂ.600નો વધારો

ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદ્યતેલના ડબ્બાના ભાવમાં આશરે રૂ. 600 જેટલો વધારો નોંધાતા મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે ખાદ્યતેલના વધતા ભાવ લોકો માટે વધુ ચિંતાનો વિષય બન્યા છે. વેપારીઓનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે.

બજારમાં ભાવવધારાની અસર હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ખાદ્યપદાર્થોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં તેની અસર સીધી ગ્રાહકો સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો સરકાર પાસે ભાવ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Breaking News : ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની જીત, હવે કરશે $10 બિલિયનનું મહારોકાણ

Published on: May 19, 2026 10:06 AM
Follow Us