Breaking News : રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લીધી મુલાકાત, જુઓ Video

| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:37 AM

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે.ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરઝાએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે.

Rajasthan Hospital : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ તબક્કાવાર ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફાયરના વિવિધ સાધનોની મદદથી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: વેજલપુરના બંગલોમાં ચાલતું હતું જુગારધામ, ક્રાઈમ બ્રાંચે 10 જુગારીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કર્યો કબ્જે

ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરઝાએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે Tv9એ ખાસ વાતચીત કરી છે. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરઝાએ જણાવ્યુ છે કે મોટા ભાગના દર્દીઓને BAPS હોસ્પિટ અને આનંદ હોસ્પિટમાં ખસેડવામાં આવી રહ્યા છે.

આ સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ કે બેઝમેન્ટમાં ફર્નિચરના કારણે આગ વધુ ભીષણ થઈ છે. પરંતુ સદનસીબે હાલ કોઈ પણ વ્યક્તિને હાનિ પહોંચી નથી. તેમજ સતત આગ પર કાબૂ મેળવવા માટે જહેમત કરવામાં આવી રહી છે. ધુમાડો વધારે હોવાના કારણે બેઝમેન્ટમાં ઝીરો વિઝિબિલિટી છે.. ઓક્સિજન સાથે પણ અંદર 10 મિનિટથી વધુ રોકાઈ શકાય તેવી સ્થિતિ નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો