રીબડાના યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા એક સગીરા સહિત ચારની ધરપકડ બાદ પોલીસે હનિટ્રેપ અને આત્મહત્યાના કેસમાં જેની મહત્વની ભુમિકા છે તે વ્યક્તિ X નામની હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં આ X નામની વ્યક્તિનો ખુલાસો થયો છે. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સનું નામ રહિમ મકરાણી હોવાનુ ખુલ્યું છે. રહિમની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં રીબડાના અમિત ખૂંટની આત્મહત્યાનો મુદ્દો પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.રહિમ મકરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.અમિત ખૂંટ કેસમાં X નામના વ્યક્તિની ભુમિકા હતી. બાતમીના આધારે પોલીસે રહીમની ધરપકડ કરી છે.
પોલીસના કહેવા પ્રમાણે રહિમ મકરાણી જુનાગઢનો રહેવાસી છે.આ કેસમાં પોલીસે જ્યારે પૂજા રાજગોર અને એક સગીરાની ધરપકડ કરી ત્યારે કહ્યું હતું કે રહિમના કહેવાથી પુજાએ આ કાવતરૂ રચ્યું હતું. દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ અમિતને જલદી જામીન ન મળે તે માટે સગીરાને પસંદ કરવામાં આવી હતી. રહિમે જ આ ષડયંત્ર રચ્યું હતું. સગીરાની ફ્રેન્ડ રિકવેસ્ટ પસંદ કર્યા બાદ રહિમ જ સગીરા બનીને અમિત સાથે વાત કરતો હતો અને તેને હનિટ્રેપમાં ફસાવ્યો હતો. પોલીસે રહિમનું નામ ખુલ્લુ કરી દીધું છે. જો કે હવે આ સમગ્ર મામલે પોલીસ પકડથી દુર રહીમની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે આ કેસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે.