Breaking News : સાબરકાંઠાના પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યોજાઈ, બ્રહ્માણી માતાજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો
પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પલ્લી નીકળતાં જ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પલ્લીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પરંપરા મુજબ ભક્તોએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પરંપરાગત પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું. પલ્લીમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ ભક્તોએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરી માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાયો હતો.
વર્ષો જૂની પરંપરા મુજબ પલ્લીનું આયોજન
પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પલ્લી નીકળતાં જ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પલ્લીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પરંપરા મુજબ ભક્તોએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
રૂપાલ અને પ્રાંતિજની પલ્લી સાથે જોડાયેલી માન્યતા
ધાર્મિક માન્યતા મુજબ, ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામનાં વરદાયિની માતાજી અને પ્રાંતિજનાં બ્રહ્માણી માતાજી બહેનો છે. આ માન્યતાને કારણે રૂપાલ અને પ્રાંતિજ બંને સ્થળે પલ્લી યોજવાની પરંપરા પ્રચલિત છે. બંને સ્થળે પલ્લી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે અને માતાજી પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરે છે.
પ્રાંતિજમાં યોજાયેલી પલ્લી દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ધાર્મિક શ્રદ્ધા અને વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા ભક્તોએ પલ્લીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રૂપાલમાં ગઈકાલે પલ્લી યાત્રા યોજાઈ હતી
ગાંધીનગરના રૂપાલમાં દર વર્ષની જેમ આ વર્ષે ભર ઘીના અભિષેક સાથે માતા વરદાયિનીની પલ્લી યોજાઈ હતી. જે બાદ રાત્રીના સમયે પલ્લી યાત્રા યોજાઈ હતી જેમાં માનવ મહેરામણ માતાના દર્શન કરવા પહોંચ્યું હતુ.
