Rain Breaking : 20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ,જૂઓ Video

Rain Breaking : 20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ,જૂઓ Video

| Edited By: | Updated on: Jun 08, 2023 | 3:39 PM

હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર છે. ત્યારે દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે. 130 કિમી ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.

Ahmedabad : હવામાન વિભાગે (Meteorological department) આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી 48 કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. પવનની દિશા બદલાતા અને સાયકલોનને લઈને પવનમાં ભેજ આવતા વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો-Gujarati Video : સુરતના ગુમ પોલીસ કોન્સ્ટેબલની પત્નીની મદદ માટે અપીલ, ગાંધીનગર જઈ મુખ્યપ્રધાનને કરી રજૂઆત

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર છે. ત્યારે દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે. 130 કિમી ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે. પાંચ દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિ રહે. 40 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.

20 થી 25 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે. રાજ્યમાં પાંચ દિવસ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. રાજ્યમાં છુરોછવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

10 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 11 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 08, 2023 03:39 PM
Follow Us
Loading...
Unable to load recommendations.