Breaking News : કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી, રૂ. 8 કરોડનો મુદ્દામાલ સીઝ ! જુઓ Video

કચ્છમાં ગેરકાયદે ખનન અને ખનીજના ગેરકાયદે વહન સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. લોદરાણી, રાપર અને સુરજબારી સહિતનાં વિસ્તારોમાંથી 20 ટ્રક, ત્રણ હિટાચી અને એક લોડર સહિત આશરે રૂ. 8 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

| Edited By: | Updated on: Oct 17, 2026 | 11:22 AM

કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજના ગેરકાયદે વહન સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ, રાપર, લોદરાણી, સુરજબારી, જાટાવાડા અને આધોઈ સહિતનાં વિસ્તારોમાં તપાસ દરમિયાન અનેક વાહનો અને ખનનનાં સાધનો ઝડપવામાં આવ્યાં છે. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

સૂત્રો અનુસાર, લોદરાણી વિસ્તારમાં આશરે બે એકર જમીનમાં ખનન થતું હોવાનું સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળેથી બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક ઝડપવામાં આવ્યાં હતાં. રાપર વિસ્તારમાં ગેરકાયદે ખનીજ વહન કરતા 13 ટ્રકો પકડવામાં આવ્યા હતા. જ્યારે જાટાવાડા વિસ્તારમાં આવેલી ખનન સાઇટ પરથી ટ્રેક્ટર કમ લોડર જપ્ત કરવામાં આવ્યું હતું.

15 ટ્રકો સામે કાર્યવાહી

આ ઉપરાંત, સુરજબારી ટોલનાકા નજીક રોયલ્ટી વગર ખનીજનું વહન કરતા ચાર ટ્રકો ઝડપાયા હતા. સુરજબારી વિસ્તારમાં જ ઓવરલોડ ખનીજનું વહન કરતા અન્ય 15 ટ્રકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા અનુસાર, લોદરાણી, રાપર, સુરજબારી, જાટાવાડા અને આધોઈ ગામ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 20 ટ્રક, ત્રણ હિટાચી મશીન અને એક લોડર સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. બે ખનન સાઇટ પર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સમગ્ર કાર્યવાહીમાં આશરે રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદે ખનન, રોયલ્ટીની ચોરી અને ઓવરલોડ વાહનવ્યવહાર સામે તંત્રની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો, Breaking News : રાજકોટ લૂંટ-હત્યા કેસમાં મોટો વળાંક! પંચનામા વખતે આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, પછી સર્જાય ફિલ્મી દ્રશ્યો, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.