Breaking News : ​મહેમદાવાદના વાંઠવાડી ગામમાં સરકારી જમીન વેચાણ કૌભાંડમાં શિક્ષકને સસ્પેન્ડ કરાયો

| Updated on: Mar 29, 2026 | 12:57 PM

ખેડાના મહેમદાવાદના વાંઠવાડીમાં સરકારી જમીન કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડમાં સંડોવાયેલ માસ્ટર માઈન્ડ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસ રિપોર્ટ બાદ શિક્ષણ વિભાગના ભ્રષ્ટ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું તેમજ સંસ્કારનું સિચન આપવાનું હોય છે. તે વિદ્યાર્થીઓની શક્તિઓને ઓળખી તેને રાષ્ટ્રના ભવિષ્યના ઘડતરનું પવિત્ર કાર્ય કરે છે. પરંતુ જ્યારે આ શિક્ષક ઉંધા રસ્તે ચઢી જાય છે. ત્યારે તેને જેલ ભેગા થવાનો વારો આવે છે. આવી જ એક ઘટના મહેમદાવાદમના વાંઠવાડી ગામમાંથી સામે આવી છે. જમીન કૌંભાડમાં માસ્ટ માઈન્ડ શિક્ષકનું નામ સામે આવ્યું છે.

માસ્ટર માઈન્ડ શિક્ષક

​મહેમદાવાદના વાંઠવાડી ગામમાં સરકારી જમીન વેચાણ કૌભાંડ મામલે માસ્ટર માઈન્ડ શિક્ષક આશિષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો. ​ખેડા જિલ્લા શિક્ષણાધિકારીએ હુકમ કર્યો છે.​થોડા દિવસો પહેલા આરોપી શિક્ષકની મહેમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી.​7/12ના ઉતારામાં દુરસ્તી ન થઈ હોવાથી જૂના ખેડૂત તરીકે નામો ચાલતા હોવાનો આરોપીએ ફાયદો ઉઠાવ્યો હતો.

 

​જૂના ખેડૂતોના નામે વારસાઈ કરાવી સિંચાઈ વિભાગના મકાનો તોડી પાડ્યા હતા.​સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી અન્ય વ્યક્તિઓને આ જમીન વેચી મારી હતી.​શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક આશિષ પટેલ સામે પોલીસ રિપોર્ટના આધારે સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે.પોલીસ રિપોર્ટ બાદ શિક્ષણ વિભાગના ભ્રષ્ટ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us