Breaking News : મહંત દિલીપ દાસજી મહારાજ બની શકે છે અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ, ટૂંક સમયમાં સોંપાઇ શકે છે જવાબદારી, Video

વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને પદ પરથી હટાવી દેવાયા છે. જે પછી આ જગ્યા પર ટેમ્પરરી મોહનદાસજી મહારાજને આ જવાબદારી સોંપવામાં આવી હતી. કારણકે અખિલ ભારતીય સંત સમિતિનું પદ ખાલી રહી શકે નહીં. એટલે જ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે મોહનદાસજી મહારાજને આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 11:10 AM

Ahmedabad : અખિલ ભારતીય સંત સમિતિના (Akhil Bhartiya sant samiti) નવા અધ્યક્ષની નિમણૂંક થઇ શકે છે. મહંત દિલીપ દાસજી મહારાજને (Mahant Dilip Dasji Maharaj) પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવાય તેવી શકયતા છે. આજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અમદાવાદમાં છે. ત્યારે દિલીપદાસજી મહારાજને ટૂંક સમયમાં આ માટેની જવાબદારી સોંપાઈ શકે તેમ છે.

આ પણ વાંચો-Rajkot : જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોની કરી અટકાયત, જૂઓ Video

વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને પદ પરથી હટાવી દેવાયા છે. જે પછી આ જગ્યા પર ટેમ્પરરી મોહનદાસજી મહારાજને આ જવાબદારી સોંપવામાં આવી હતી. કારણકે અખિલ ભારતીય સંત સમિતિનું પદ ખાલી રહી શકે નહીં. એટલે જ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે મોહનદાસજી મહારાજને આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે આજે આજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્ય અમદાવાદમાં આવ્યા છે.

કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્ય છેલ્લા કેટલાક દિવસોથી બહાર હતા. જો કે સાળંગપુર વિવાદને લઇને જે પ્રકારે મામલો ગરમાયો હતો અને નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે આ જવાબદારી દિલીપદાસજી મહારાજને સોંપવામાં આવે તેવી શક્યતા છે.ટૂંક સમયમાં જ આ અંગેની જાહેરાત થાય તેવી શક્યતા છે. દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ગાદી પતિ છે. તેમની આ પદ માટે પસંદગી કરવામાં આવી શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">