Bhavnagar Breaking News : ભાવનગરના ગરજીયા ગામે હિંસક બનેલ સિંહે માલધારી પર કર્યો હુમલો, ઘટનાનો LIVE વીડિયો આવ્યો સામે
ગરજીયા ગામમાં સિંહના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં એક માલધારીના ઘર નજીક સિંહે અચાનક હુમલો કર્યો હતો, જેનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં સિંહના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં એક માલધારીના ઘર નજીક સિંહે અચાનક હુમલો કર્યો હતો, જેનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે.
ગરજીયા ગામે માલધારી યુવક પર કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, માલધારી પોતાના ઘર નજીક હાજર હતા ત્યારે સિંહે તેમના પર હુમલો કર્યો હતો. જોકે, સદનસીબે માલધારીનો આબાદ બચાવ થયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિંહના હુમલાનો LIVE વીડિયો આવ્યો સામે
ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સિંહના હુમલાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વન વિભાગ દ્વારા સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે તેમજ લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
યુવકનો આબાદ બચાવ થયો
અમરેલીમાં અગાઉ પણ 4 સિંહે એક યુવક પર હુમલો કરીને તેને ફાળી નાખ્યો હતો. જે બાદ તે સિંહોને સકરબાગમાં રાખવામાં આવ્યો છે, જોકે તે બાદ અમરેલીમાં આ બીજી ઘટના છે, જેમાં માલધારી યુવકનો બચાવ થયો છે. જેનો વીડિયો સામે આવતા જોનારા તમામ લોકો ચોંકી ઉઠ્યા છે.