Breaking News: ખેડાના બોગસ માર્કશીટ કૌભાંડમાં ખેડા LCBએ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી કરી ધરપકડ

|

Apr 24, 2023 | 4:40 PM

Kheda: ખેડા જિલ્લામાંથી સામે આવેલા બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડમાં ખેડા LCBની ટીમે મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી ડૉ અખિલેશ પાંડેને ખેડા LCBની ટીમે છટકુ ગોઠવી ઉત્તરાખંડના દહેરાદુનથી દિલ્હી બોલાવ્યો હતો.

Breaking News: ખેડાના બોગસ માર્કશીટ કૌભાંડમાં ખેડા LCBએ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી કરી ધરપકડ

Follow us on

ખેડા જિલ્લામાંથી સામે આવેલા બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડમાં ખેડા LCBની ટીમે મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરી છે. ખેડા LCBની ટીમે છટકુ ગોઠવી આરોપી ડૉ અખિલેશ પાંડેને ઉત્તરાખંડના દહેરાદુનથી દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હીથી પકડાયેલ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતો.

ખેડા LCB  બોગસ માર્કશીટ કાંડના મુખ્ય સૂત્રધારના મેળવશે રિમાન્ડ

ખેડા LCBની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. રિમાન્ડ દરમિયાન બોગસ માર્કશિટ કૌભાંડના આરોપી પાસેથી મોટા ખૂલાસા થઈ શકે છે. ગુજરાતમાં ક્યા ક્યા જિલ્લાઓમાં આરોપીઓએ કોને કોને ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની ખેડા LCBની ટીમ તપાસ કરશે.

આરોપી ડૉ અખિલેશ પાંડે ફોન અને વોટ્સઅપ દ્વારા હરીશ શર્મા ઉર્ફે રાજકુમારને માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો. ડૉ અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે અગાઉ પણ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણા સહિતના શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ, કોલ ડિટેલ્સ ઓનલાઈન લેવડદેવડ દ્વારા તપાસ કરવામાં આવશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

Kheda : ડાકોર જિલ્લામાં LCBની તવાઈ, દિલ્લી બોર્ડની ધોરણ-10 અને 12ની બોગસ માર્કશીટ હાથ લાગી, જુઓ Video

કેટલા વ્યક્તિઓને અત્યાર સુધીમાં આ ડુપ્લીકેટ માર્કશીટ વેચી છે તે અંગેની માહિતી પણ પોલીસ રિમાન્ડ દરમિયાન મેળવશે. વિદેશ જવાની લાલચ અને નોકરી મેળવવા ઈચ્છુક યુવાઓ સાથે મોટી કિંમત બોગસ માર્કશીટનો વેપલો થતો હતો.

આપને જણાવી દઈએ કે ખેડા LCBને સર્ચ દરમિયાન ધોરણ-10 અને 12ના સમકક્ષ સર્ટિફિકેટ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. LCBને સર્ચ ઓપરેશન દરમિયાન નીઓઝ નામની દિલ્લી બોર્ડની ધોરણ-10 અને 12ની માર્કશીટ પોલીસે કબજે લીધી હતી. આ સાથે LCBએ ડાકોરમાંથી એક શખ્સને રાઉન્ડઅપ કરી અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી હતી. LCBએ ઝડપેલા શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:36 pm, Mon, 24 April 23

Next Article